કબા ગાંધી નો ડેલો

કબા ગાંધીનો ડેલો એ રાજકોટમાં ભારતીય નેતા મહાત્મા ગાંધીનું ૧૯૧૫ સુધી મૂળ કટુંબ નિવાસ હતું. કબા ગાંધીના ડેલાને હવે ગાંધી સ્મૃતિ નામના કાયમી સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે.

ઈ.સ.૧૮૭૬માં ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી રાજકોટના દીવાન નિમાયા અને ગાંધી પરિવારે પોરબંદરથી રાજકોટ સ્થળાંતર કર્યું. ત્યાર બાદ આ ડેલો ૧૮૮૦-૮૧ દરમ્યાન બાંધવામાં આવ્યો હતો. ઈ.સ. ૧૮૮૧માં કબા ગાંધીનો પરિવાર એક ભાડના ઘરમાંથી આ ઘરમાં રહેવા આવ્યા હતા. ગાંધીજીએ તેમના પ્રારંભિક જીવનના કેટલાક વર્ષો, ૧૮૮૧ થી ૧૮૮૭ સુધી અહીં ગાળ્યા હતા. આ ઘર કાઠીયાવાડી શૈલીમાં બાંધવામાં આવ્યું છે. આ પ્રકારના ઘરોને "ડેલો" કહેવામાં આવે છે. કમાનવાળો મોટો પ્રવેશદ્વાર અને વિશાળ આંગણું એ તેની વિશેષતા છે.

આ નિવાસ પરંપરાગત કાઠીયાવાડી શૈલીમાં બાંધવામાં આવ્યો છે. જેમા એક કમાન ધરાવતો પ્રવેશદ્વાર અને મોટું આંગણું હોય છે. આ ડેલાની બહાર એક હેંડ પંપ છે, કહેવાય છે કે તે ગાંધીજીના સમયનો છે.

કબા ગાંધીનો ડેલો, હવે એક કાયમી પ્રદર્શન કે સંગ્રહાલયમાં ફેરવી દેવાયો છે. આ પ્રદર્શન ગાંધી સ્મૃતિનામ અપાયું છે. કબા ગાંધીનો ડેલો, સાંકડી ગલીઓ ધરાવતા જૂના રાજકોટના ખાતે ઘી કાંટા રોડ પર આવેલો છે. ગુજરાતમાં આવેલ રાજકોટ શહેર એ પૂર્વ અને પ્રારંભિક રજવાડી સૌરાષ્ટ્રની રાજધાની હતી.

આ સંગ્રહાલયમાં મહાન ભારતીય નેતા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના છાયાચિત્રો અને તેમના દ્વારા વપરાતી વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. તે વસ્તુઓ અને છાયા ચિત્રોની સંલજ્ઞ માહિતી હિન્દી અને ગુજરાતી ભાષામાં મુકવામાં આવી છે.

આ સંગ્રહાલય સોમવારથી શનિવાર સુધીમાં સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા સુધી અને બપોરે ૩ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

The world is a dangerous place to live; not because of the people who are evil, but because of the people who don't do anything about it.

by Albert Einstein